માનવતા જ સર્વોપરી છે.

      થોડાક મહિના પહેલાં quora માં એક પ્રશ્ન મળ્યો હતો. શું માનવતા હજું જીવંત છે? ત્યારે પણ જવાબ એજ હતો ને આજે પણ જવાબ એજ છે. પૃથ્વી પર જ્યાં સુધી માનવ છે ત્યાં સુધી માનવતા મરી ના શકે. કારણ સ્પષ્ટ છે. જે વાર્તા માં બધાનું ભલું થાય છે, જે વાર્તા થી કોઈ નું ચોખ્ખું નુકશાન નથી,જે વાર્તા સાંભળવા થી કોઈ દુઃખી નથી થવાનું, એ વાર્તા સાંભળવાનું લોકો કેવી રીતે બંધ કરી શકે? હકીકતમાં તો લોકો એ વાર્તાનું એક પાત્ર બનવા માંગતા હોય છે, એ વાર્તા જીવવા માંગતા હોય છે. માનવતા આવી જ એક વાર્તા છે. આથી જ, માનવતા ની વાર્તા ને કોઈ મારી નહીં શકે.
      તમને રોજ માનવતા ના કિસ્સા જોવા ન મળે, એવું બની શકે. છતાં એ દુનિયા ના કોઈ ખૂણે પ્રવર્તી હોય છે. માનવતા ના કિસ્સા પણ ભગવાન જેવા જ હોય છે. કેટલીકવાર તમને વિશ્વાસ ન થાય પણ એ કિસ્સો સાંભળવો તમને ગમશે. અથવા માનવતા એ ભગવાનની વાર્તા છે. જેમાં ચમત્કાર હોય એમાં આપણે માનીએ નહીં પણ ઇચ્છા હોય કે એવું કંઈક આપણી સાથે બને.એવું કંઈક આપણે કરીએ.લોકો પોતાનાં થી ઉપર ઉઠીને બીજાની મદદ કરે એ ચમત્કાર જ છે! આમ, માનવતા એ ઈશ્વર બનવાની ઘટના છે. માનવતા એ ઈશ્વરને જોવાની તક છે.
      પરીક્ષા બધાની કટોકટીના સમયે થતી હોય છે. સાવ વણસી ગયેલી પરિસ્થિતિ માં આપણું સાચું વ્યક્તિત્વ ઉભરતું હોય છે. એમ માનવતા કપરા સમયમાં વધું જીવંત થાય છે.પરિવાર માં ક્યારેક ઝગડો ય થતો હોય પણ મુશ્કેલી ના સમયે તો પરિવાર એક થઈ ને લડે છે.'વસુધૈવ કુટુમ્બકમ' વિશ્વ એક પરિવાર છે.હાલ, કોરોના રૂપી મહામારી આ કુટુંબ પર આવી પડી છે. તો માનવતા રૂપી આપણા હાથ જેટલા લાંબા થાય એટલા લાંબા કરીએ. ઘણાં બધાં લોકો પોતાનાથી બનતી મદદ એકબીજાને કરી રહ્યાં છે. ડોકટર કોરોના દર્દીઓને સાજા કરવા પ્રયત્નશીલ છે. કેટલાક લોકો કોરોના દર્દી અને તેના કુટુંબીજનોને મફત ટિફિન સેવા , દવાઓ વગેરે પૂરું પાડી રહ્યાં છે. કેટલાક સાચી માહિતી પૂરી પાડીને ને મદદ કરી રહ્યાં છે. ઘણા બધા લોકો ઘરે રહીને પોતાને તથા સમગ્ર દેશને વાઇરસ ના ફેલાવા થી બચાવી રહ્યા છે.સગાં-સંબંધીઓ ,મિત્રો પોતાનાં અંગત ને માનસિક રીતે કોરોના થી લડવા માટે હિમ્મત આપી રહ્યાં છે.આ બધામાં ઈશ્વર ના દર્શન થતાં હોય એવું લાગે છે. જો અર્જુન અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ને વિશ્વરૂપ નું દર્શન કરાવાનું કે તો દર્શનમાં આજ બધું દેખાય.
      માનવતા રૂપે લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે. જ્યાં કેટલાક તકવાદી ઓ આ સ્થિતિ ને એક તક માને છે. વધું ને વધું આનો ફાયદો ઉઠાવવા માંગે છે. આ બધું જોઈએ એટલે ક્યારેક ગુસ્સો આવે છે. ઘણાબધાં પ્રશ્નો થતા હોય છે. ત્યારે જૂનો એક કિસ્સો વાંચવાં મળ્યો જેમાં બધા જવાબો મળી ગયા. તે કિસ્સાને એજ સ્વરૂપમાં અહીં ફોટા સ્વરૂપે મુક્યો છે.



      આ નાનકડો કિસ્સો ઘણુંબધું કહીં જાય છે. કેટલુંય સમજાવી જાય છે. પેલું કેવાય છે ને કે ' બંધ મુઠ્ઠી કરીને આવ્યાં હતાં ને ખુલી મુઠ્ઠી રાખી ને ચાલ્યાં જવાનાં'.જો અંતે સાથે કશું જ ન આવાનું હોય તો બધું ભેગું કરવાનો શું મતલબ? આવી રીતે અંતે પસ્તાવા સિવાય કશું નથી મળવાનું. તમે આવો જ એક કિસ્સો બનવાનાં છો જે બીજાને માનવતાના રસ્તે વળગી રહેવા માટે પ્રેરકબળ સાબિત થશે. આવી તકોનો ફાયદો ઉઠાવી આપણે બીજાની સાથે નહીં પણ પોતાની સાથે ધોકો કરી રહ્યાં છીએ. માનવતા જ સૌથી શ્રેષ્ઠ ધર્મ છે એ સ્વીકારવું જ રહ્યું.
      માનવતા આપણને શું આપશે? જે લોકો સેવાનું કામ કરી રહ્યાં છે એ શા માટે? આવા પ્રશ્નોય થાય ઘણીવાર. જવાબ ઘણો સરળ છે.સંતોષ. સંતોષ હંમેશાં આપવાથી મળે.પોતાનું માગ્યું મળે એનાથી તો ખાલી મન માં અહમ ના પગલા પડવાના. કોઈને કોઈ આપવામાં ,મદદ કરવામાં સંતોષ મળશે. આ જ ખુશી આપશે. આ જ સારી ઊંઘ આપશે.અંતે તો એજ દરેક મનુષ્ય નું છેલ્લું લક્ષ્ય છે.
      આથી જ , જેટલી થાય એટલી એકબીજાની મદદ કરીએ. કોઈની મજબૂરીનો ફાયદો ન ઉઠાવીએ. માનવતા ની વાર્તા ને વધું મજબૂત કરીએ.સમાપનમાં 'મરીઝ' નો એક શેર,

       બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
       સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

Why suicide?

Why suicide?
     તારીખ 14 જૂન, 2020 ના સમાચાર એક સમાચાર આવે છે ,તેના પછી દેશમાંઘણું બધું ઘટિત થાય છે. જે પણ થયું એ બધા ને ખબર જ છે.
જે રીતે મીડિયાએ તેને એક મુખ્ય મુદ્દો બનાવ્યો અને છતાંય મુખ્ય પ્રશ્ન તો એમનેમ જ દબાઈ ગયો.

     આખરે શૂશાંત સિંહ એમનો એવો કયો વિચાર મોટો થઈ ગયો જેનું મૂલ્ય એમના જીવ કરતા પણ વધું હતું ?

     ના માત્ર શૂશાંત સિંહ પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના રિપોર્ટ પ્રમાણે 2019 માં રોજ ના 381 મૃત્યું આત્મહત્યા થી થાય છે. આ બધા નું શું કારણ છે?

    કેટલાય સુપ્રસિદ્ધ લોકો એ આત્મહત્યા કરી છે. જે એક રહસ્ય છોડતા ગયા છે ,ને બધા પોતપોતાની કહાની બનાવી ને આ રહસ્ય ને ઉકેલવાના પ્રયત્નો કરતા રહ્યાં છે. એમનું રહસ્ય હું તો ઉકેલી શક્યો નથી જ પણ એમના વગર ના તમામ લોકો જે આત્મહત્યા કરે છે એમનું કારણ પણ તેમની કક્ષા એ એટલું જ મોટું હોય છે.નહીંતર કોઈ પોતાનો જીવ શા માટે લે?

    આપણે ઈન્જેકશન લેવાથી પણ ખચકાટ અનુભવી છીએ કેમ કે આપણે પોતાની જાત ને એ દર્દ આપવા નથી માંગતા. તો પણ....

1.આપણે ઇન્જેક્શન લઈએ છીએ કારણકે એનાથી આપણી માંદગી દૂર થવાની છે.

2.આપણે પરીક્ષા વખતે ઉજાગરા કરી ને પણ વાંચીએ છીએ કારણકે એનાથી આપણી પરીક્ષા સારી જવાની છે.
 
ઉપર ના બંન્ને કિસ્સા ને આત્મહત્યા માં તફાવત એટલો જ છે કે એક વાસ્તવિકતા છે ને બીજો એ ખાલી ભ્રમ!

     એ ભ્રમ એટલો વધી જાય છે કે પોતાનું મગજ પોતાનું જ દુશ્મન બની જાય છે. અંતે તેમનાં માટે તો બધું જ બદલાઈ જાય છે પણ એમના પરિવાર માટે એ મોટો આઘાત બની જાય છે!

     આપણાં દેશમાં ખેડૂત અને વિદ્યાર્થીઓ સૌથી વધું આત્મહત્યા કરે છે. જે એવા ભ્રમ ને મનમાં સાચવીને બેઠા હોય છે જે ના પૂરું થાય તો ખરેખર તો કંઈ જ બદલવાનું નથી. છતાં... એક એવો વિચાર જે ખાલી વિચાર જ છે. એ સત્ય બની જાય છે. આવી જ રીતે તે જ વિચાર નો વિકાસ થતો રહે છે.

    અહીં 381 તો એ આંકડો છે જે 'લડો અથવા ભાગો' ની સ્થિતિ માં ભાગવાનું પસંદ કરી લીધું છે. બીજા કેટલાય એવા હશે જે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા હશે. ઘણાં એવા હશે જે ભવિષ્ય માં આનાથી ક્યાંક ટકરાશે.

   મેં બે વાર્તા ક્યાંક સાંભળી હતી.

   પેલી એમ હતી કે બાપ-દીકરો ગાડી માં જતાં હોય છે.રસ્તા માં વચ્ચે એક સસલું મરેલું પડ્યું હોય છે. નાના છોકરાં ને પ્રશ્ન થાય છે કે,' પપ્પા સસલાં ની ઝડપ તો ખૂબ જ વધું છે તો સસલું કેવી રીતે મરી શકે?' પપ્પા જવાબ આપે છે કે ,'બેટા! એને એ ખબર ના પડી કે ડાબે જવું જોઈએ કે જમણી બાજું, ને તે એ ત્યાંજ ઉભું રહી ગયું.'

    બીજી વાર્તા કંઈક આમ હતી. એક વિદ્યાર્થી હોય છે. સામાન્ય પરિવાર માંથી આવે છે પણ ભણવામાં પેલેથી જ હોંશિયાર અને મહેનતું હોય છે.પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી એનું પરિણામ શાળા ની ટેસ્ટ માં ખૂબ જ ઓછું આવે છે.એના ઘણાં બધાં કારણો હોય છે. જેમાંથી મોટા ભાગના નો કંટ્રોલ એના હાથમાં નથી હોતો. એક દિવસ આમ જ શાળામાંથી રિઝલ્ટ આવ્યું હોય છે ,જે એનું ખૂબ જ ખરાબ આવ્યુંછે.એ એકલો ને એકલો ઘણો રોવે છે.તેને વિચાર આવે છે મારા માતા-પિતા ને મારાથી ઘણી આશાઓ છે ને આવા જ માર્ક્સ લાવવાં હોય તો મારે ન જીવવું જોઈએ. એ ઘણું વિચારે છે. ત્યાં જ બીજો વિચાર આવે છે. જો હું  મરી જવું તો શું થશે? બે પ્રશ્નો ની વચ્ચે વચ્ચે એને વિચારવાનું હતું અને એક પસંદ કરવાની હતી. આખરે એ સાચી પસંદ કરે છે. પછી હજી વધું મહેનત કરે છે. તેનું આખરે પરિણામ સારું જ આવે છે પણ પેલા કરતાં થોડું ઓછું આવે છે.અંતમાં તેનો ભ્રમ પણ તૂટી જાય છે.

    બંન્ને નાની વાર્તાઓમાં એક પસંદ કરવાની આવે છે.જેમાં સરળ લાગતી વસ્તું મોટા ભાગના કિસ્સામાં માં સાચી નથી હોતી. અહીં બીજો પ્રશ્ન થાય છે કે ,કેમ સસલું કેમ સાચી પસંદ ન કરી શક્યું અને એ વિદ્યાર્થી એ કેમ આખરે સાચી પસંદ કરી?

   તમે જાતે જ વિચારી જુઓ અને જવાબ પણ એજ છે.તો પછી કેમ આપણે સાચી પસંદ નથી કરી શકતા?

   કોઈ ના માં જ્ઞાન ની કમી નથી હોતી. બધા ને ધીરે-ધીરે ખબર જ પડી રહી છે કે માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે.ખરેખર શૂશાંત સિંહ રાજપૂત જે પોતે એક એન્જિનિયર હતા. એમની ફિલ્મ chichore જે આજ વિષયવસ્તું પર બનેલી હતી.આમ છતાં તેમણે એવું પગલું ભર્યું.આનું શું કારણ હોઈ શકે?

    કોઈ પણ વસ્તુ નું knowledge બધું જ નથી હોતું. અત્યારે બજાર માં મફત ના ભાવે સફળ થવાના સૂત્રો મળે છે. જેનાથી કોઈ સફળ નથી બની જતું. વાસ્તવિક્તા એ છે કે ઇન્સ્ટાગ્રામ ની પોસ્ટ થી કોઈ મોટિવેટ નથી થઈ જતું અને youtube ના વિડીયો જોવાથી કોઈ ની જિંદગી નથી બદલાઈ જતી. તો પછી જવાબ શું હોઈ શકે?

     મારા મતે બન્ને નો જવાબ છે વિચાર.એક સારો વિચાર ફૂલ ની જેમ હોય છે જેનું જતન કરવું મુશ્કેલ છે પણ એ પોતાની સુગંધ ફેલાવતો રહે છે. એક ખરાબ વિચાર આગળ વધતા રણ ની જેમ હોય છે જો એને રોકવામાં ન આવે તો ફળદ્રુપ જમીન ને પણ બિન ઉપજાવું બનાવી દે છે.આ માટે જ આપણાં વિચારો પર આપણે વિચાર કરવો જોઈએ. એ ધ્યાન રાખવું જોઈએ કે આપણાં મનરૂપી બાગમાં ખરાબ વિચાર તરીકે નો કોઈ થોર ન ઉગે.

     આજના સોશીયલ મીડિયા ના જમાના માં એ વધું ને વધું મુશ્કેલ બનતું જાય છે. કોઈ સારી ફિલ્મ જોઈ ને એક વિલન પ્રત્યે પણ આપણને લાગણી થઈ આવે છે ને એ આપણને ગમી જાય છે.જે આપણને ક્યાંક તો જીવનમાં અસર કરે જ છે. જ્યારે કોઈ સારું પુસ્તક, સારો દોસ્ત, સારા વ્યક્તિત્વ જે જીવનમાં સારો પ્રભાવ પાડે છે. 

    આ બન્ને વચ્ચે નું બેલેન્સ એ કેટલીક મુશ્કેલ પસંદગીમાં સાચી પસંદ કરવામાં મદદ કરે છે.હા,બેલેન્સ માં સારા વિચાર કરતા ખરાબ વિચાર જલ્દી અસર કરે છે.

    આશા રાખીએ કે આપણે બધા સાચી જ પસંદ કરીએ.આની સાથે અસ્તું. આ મારી એક કોશિશ જે ક્યાંય  એક સારા વિચાર માટે બીજ બનશે તો આટલું લખેલું સફળ રહશે.

Destiny: does it really exist in the real world?

  


   Do you believe in destiny? Recently, This little sentence strikes on my eardrum. With deep thought, I realized that some people believe in it because they believe in God and others because they only believe in God. While others don't because they believe in their own self. While some remarks with their excuses, "If all things are predestined, why we are striving for anything? 

 If we fail in anything, should we keep trying? Or should we follow the life wherever it turns us?

 If one student failed in NEET in his first attempt due to some reason. He believes in himself, tries again, and finally succeeds. Some of us can correlate with this.

 Here, We also have an example of the other side of the coin. Dr. A.P.J. Abdul Kalam, one of the greatest personalities and inspirations to all us, failed in his air force job interview. He believes in himself, his dedication for anything was nothing comparable to any other. Finally, we got ' Missile Man of India '. 

 Steve Jobs gave an enthralling speech at Stanford University. He told three things in his entire speech. He mentioned the theory of connecting Dots," Because I had dropped out and didn't have to take normal classes, I decided to take a calligraphy class to learn how to do it. None of this had even a hope of any application in my life. But 10 years later, We designed it all into the mac. It was the first computer with beautiful typography. It was impossible to connect the dots looking in your future. You must trust in something - your destiny, karma, whatever".

 On the other end, Ralph Waldo Emerson said that, 'The only person you destined to become is the person you decide to be'. Paulo Coelho also marginalized the term 'destiny' and 'fate'. In his words,' Destiny means there are opportunities to turn right or left, but fate is a one-way street.

 This is a much more complicated and blurred topic. No one is completely sure or clear about this. But according to me, it's my personal belief that life is like a Maze game and its termination is like destiny. Where, there is not only one destination, not only one path to reach there. Some paths are sorter to reach and some are longer. Also games have different levels. Some are easy to solve and some are much more complicated to complete.

 So, we can conclude as every person have a different level of struggle, condition, facility, and stages of struggle, We have to follow a different strategy to get success. Through hard work along with strategy, we can reach our destination. success depends on all of this scenario.

" If you fail in one thing, that doesn't mean you are not born for it but sometimes it means you are born for much more unique than this."

 

Zakir Khan life story in hindi : India's most loved stand up comedian



मैं शून्य पे सवार हूँ
बेअदब सा मैं खुमार हूं 
अब मुश्किलों से क्या डरूं
मैं खुद कहर हज़ार हूं
   -ज़ाकिर खान

    अब ये तो नहीं हो सकता कि आपने ईश शख्श की एक वीडियो देख ली फिर भी उनकी जिंदगी का हर एक पहलू जानने की कोशिश न कि हो। लेकिन फिर भी जो नहीं जानते उन्हें बता दूं कि ये आदमी अगर नॉर्मल बातचीत भी करता है तो मुँह से 'आह' और 'वाह' दोनो एक साथ निकलती है।लेकिन फिर भी शून्य से शरुआत करते है ।

   जाकिर खान का जन्म 20 अगस्त 1987 को इंदौर, मध्यप्रदेश में हुआ। उनके पिता इस्माइल खान म्यूजिक टीचर है और माँ का नाम कुलसुम खान है।उनके दो छोटे भाई भी है जीशान खान और अरबाज खान। ज़ाकिर खान ने सितार बजाना अपने बचपन में ही शीखा था। उनके स्वभाब में ही अपने आस पास के लोगो से ,जिंदगी के अच्छे और बुरे अनुभवों से शिखने की आदत सी है। वो कहते है कि ' किसी कहानी को अपनी कैसे करनी है वो मैंने पापा से शिखा है और मेरी माँ से मैंने शिखा है कि हर बार अपनी कहानी नहीं चलती, कई बार किसी और की कहानी का मजबूत कंधा होना भी उतना ही जरूरी है।'

     मैंने एक कहानी सुनी थी शायद आपने भी सुनी होगी। अब्राहम लिंकन जो अमेरिका के 16th राष्ट्रपति बने उन्होंने अपनी स्कूल की बेंच पे लिखा था कि मैं एक दिन अमेरिका का राष्ट्रपति बनूँगा । फिर बड़े होकर पाच बार हारने के बाद वो अमेरिका के सबसे अच्छे राष्ट्रपति में से एक बनते है। यह कहानी और जाकिर खान की कहानी मुझे एक सी लगती है। तो होता ऐसा है कि ज़ाकिर खान दिल्ही में आ जाते है और यहाँ कुछ दिनों बेरोजगार रहने के बाद वो रेड़ियो में नौकरी भी करने लगते है। शायद उनी दिनों की ये बात है की  दीवाली थी और वो किसी वजह से वो घर नहीं जा पाए , और ईश वजह से वो रोने लगते है। फिर जैकेट पहन के वो चलने लगते है और लगभग 3 k.m. चलने के बाद अचानक खयाल आता है कि 'बड़े लोगो के साथ ऐसा ही होता है।' तुरंत वो वापस मूड़े और फिर वापस अपने कमरे में जाके एक छोटी सी कविता लिखते है:

" बस का इंतज़ार करते हुए,
मेट्रो में खड़े खड़े
रिक्शा में बैठे हुए
गहरे शुन्य में क्या देखते रहते हो?
गुम्म सा चेहरा लिए क्या सोचते हो?
क्या खोया और क्या पाया का हिसाब नहीं लगा पाए न इस बार भी?
घर नहीं जा पाए न इस बार भी?"

  अगर आप महेनत करते हो तो कभी ना कभी तो उसका फल जरूर मिलता है। जाकिर खान AIB में लेखक के तौर पे नोकरी करने लगते है और साथ ही साथ 'stand up comedy' भी करते है। 21 वीडियो वो यूट्यूब पे डालते है जो इतनी अच्छी नही चलती फिर वो और एक वीडियो डालते है 'when I met Delhi girl' ये यूट्यूब पे चल जाती है । वो फिर वही महेनत और लगन जारी रखते है और बन जाते है 'India's most loved stand up comedian.'
  
     
  'Stand up comedy' की पूरी इन्डस्ट्री है और हँसाते सभी है पर ये आदमी हँसाते-हँसाते कब रुला देता है पता ही नहीं चलता और मजाक-मजाक में बहुत बड़ी बात कर देता है। फेमस तो कई होते है पर ये इज्जत कमाता है अपनी नाकामियों को बेचकर।प्रशंसक तो कई ओ के होते है पर इनके सभी भाई होते है। आप को पता भी नही चलता कि ईश आदमी से आप कैसे जूड़ जाते है। बिना कभी मिले भी एक 'EMOTIONAL BONDING' हो जाती है।

     जाकिर  खान एक बहेतरीन कॉमेडियन, कवि और लेखक है। उनका व्यक्तित्व भी उतना ही मजेदार है। कई लोग को पता भी नहीं कि उनमें घमंड कब आ  जाता  है और ये कहते है' घमंडी मैं बचपन से हूँ नाम मेरा अब हुआ।' ये सबसे बड़ी बात है कि आप जानते हो कि आप कौन हो? दूसरी बात जो मुझे बेहद पसंद है कई ऐसे लोग होते है जो अपनी कास्ट को, धर्म को अपना ऑडिएंस बनाने में उपयोग करते है जब कि इन सबसे अलग ये कहते है कि "मेरी माँ मुझे 'यशोमति मैया से बोले नन्द लाला राधा क्यों गोरी मैं क्यों काला' ये सब सुनाया करती थी और फिर वो कहते है ,'ऐसे आक्वर्ड मत हो जाओ कि मुसलमान के घर में कृष्ण के गाने कैसे, भई माँ-बेटे का रिश्ता है यार इसे सेक्युलर रहने दो ! " 
   
     जाकिर भाई एक इंस्पिरेशन है और सबसे बड़ी बात वो हमें जिंदगी क्या है वो बताते है अपनी जिंदगी के अनुभवों से। कई ओर बाते है जो सभी मै नहीं बता सकता ,खुद जानने की कोशिश करना।आखिर में उनकी ये दो लाइन जो मुझे बहुत पसंद है: 

कामयाबी तेरे लिए हमने खुदको कुछ यूँ तैयार कर लिया

मैंने हर जज़्बात बाज़ार में रख कर इश्तेहार कर लिया 

---------------------------------------------------------

अगर ये बाते आप को अच्छी लगी तो शेर करना और आपको क्या पसंद है जाकिर भाई के बारे में वो कम्मेंट में बताना और एक बात मैंने हमारे जो ऐसे ही लोग जो सफल है और हमे इंस्पिरेशन देते है उनके बारे में लिखने का सोचा है तो ब्लॉग में ऊपर सब्सक्राइब करके लिखा है उसमे अपना email ऐड करना उससे आप को नए पोस्ट की जानकारी मिले और मुझे हौसला मिले। अगर कोई भूल भी हो तो अवश्य बताना।

Justice for Dr. Priyanka Reddy 👏👏

यस्य पूज्यन्ते नार्यस्तु तंत्र रमन्ते देवताः'  
અર્થાત, જ્યાં નારી ની પૂજા થાય છે,ત્યાં દેવતા નિવાસ કરે છે.પણ હાલ પ્રમાણે તો 'બહેન કે માઁ ' ને આદર ત્યારે જ મળે જ્યારે તે પોતાના હોય.
    'બળાત્કાર' કેવો શબ્દ જેને સાંભળી ને ઘૃણા આવે તો પછી એમનું શું જેમની આંખો માં માત્ર સપના રમતા હતા ને પિતા નું માથું ગૌરવ થી ઊંચું રહે તે જ ભાવના.રોજ આ ભારતમાતા ના દેશ માં 4 થી 5 નિર્દોષ સ્ત્રી આવી હૈવાનીયત નો ભોગ બને છે.નિર્ભયા કાલે હતી આજે પ્રિયંકા ને કાલે ખબર નહીં કોની બેટીને કોની બહેન ?

    ડૉ. પ્રિયંકા રેડ્ડી જ્યારે ઘરે સમયસર નહિ આવી હોય ત્યારે એમના પરિવાર જનો માં જે લાગણી ઉદભવી હશે તે ડર હશે કે ચિંતા ? જ્યારે એ હૈવાનો એ તેના સાથે આ માત્ર અત્યંત નિંદનીય જ નહીં પણ સજા પાત્ર કૃત્ય કરતા હશે તે પહેલા દયા,માનવતા આ બધા શબ્દો ક્યાં ગયા હશે ? જ્યારે કર્ણ નો ભાઈ શૉણ (રાધે પુત્ર) ને સુતપુત્ર થઈને વેદ પઠન માટે મુખ માં પ્રવાહી સુવર્ણ રેડવાની ની કઠોર સજા આપવામાં આવીતો આ નરાધમોને શું દંડ આપવો ? જ્યારે સળગાવેલી લાશ મળી હશે ત્યારે દુઃખનો હિમાલય તેના ઘર પર આવી પડ્યો હશે. વેદના ની કોઈ પરાકાષ્ઠા હશે તો એમને તેની અનુભૂતિ થઈ હશે.

    સૌથી ખરાબ વાત તો એ છે કે આવું કરનાર હૈવાન ના શબ્દકોશ માં શરમ જેવાં કોઈ શબ્દ જ નથી તેમના માટે તો એમાં કાંઈ ખોટું જ નથી.
    તો પછી આમાં ભૂલ કોની થાય છે ?
1. ભૂલ થાય છે એ માતા ની જેણીએ પોતાની દીકરી  ને સીતા બની રહેવાનું તો શીખવાડી દીધું પણ દુર્ગા ક્યારે બની જવું એ શીખવવાનું ભૂલી ગઈ.
2. ભૂલ થાય છે એ બાપ ની જેણે પોતાના પુત્ર સમાન ગણી તેની દીકરી ની પાંખો માં ઉડવાની ખેવના જોઈ.
3. ભૂલ થાય છે એ ભાઈ ની જે થોડીવાર માટે તેની બહેન થી અળગો રહી ગયો.
4. ભૂલ થાય છે આપણા બંધારણ ના ઘડવૈયાઓની જેમણે પ્રતિજ્ઞાપત્ર માં 'બધા મારાં ભાઈઓ ને બહેનો ' લખી કાઢ્યું.
5. ભૂલ થાય છે એ સ્ત્રી ને જેણી એ આ પ્રતિજ્ઞપત્ર વાંચી તેના પર વિશ્વાસ કરી બેઠી.
6. ભૂલ થાય છે આપણી  કે રાવણ દહન કરતી વખતે સીતા ની અગ્નિ પરીક્ષા માંથી ઉત્તીર્ણ થવાનું કારણ ભૂલી ગયા.

આપણે શું કર્યું?
   ખબર નહીં કેમ મીણબત્તી પકડતા શીખી ગયા આપણે ,નહીંતર નારી ના સન્માન માટે લંકાદહન અને મહાભારત કરવાની સંસ્કૃતિ છે આપણી !
   આપણે બધા social media પર Post મૂકીએ એ પાછળ આપણો ભાવાર્થ યોગ્ય હોય છે પણ જો રામમંદિર બની શકે તો દેશની સીતાઓ આમ ક્યાં સુધી હણાતી રહેશે? અમુક લોકો ની જમ્મુકાશ્મીર માં હોટેલ કરવાની મહ્ત્વકાંશા 370 મી કલમ ની નાબુદી બાદ (જે ખરેખર સારી બાબત છે) પૂર્ણ થઈ શકે તો ભારત ની નારી ની ડર વગર જીવવાની અભિલાષા કેમ નહીં ?
   આ ઘોર અપરાધની સજા ની વાત કરીયે તો આપણા દેશ માં તો તે બધા ખુલ્લેઆમ ફરે છે પણ અન્ય દેશ જેવા કે ચીન માં મૃત્યુદંડ અથવા લિંગોચ્છેદન(castration) ,સાઉદી અરેબિયા માં સરેઆમ ધડ માથા થી અલગ કરવામાં આવે છે તો નોર્થ કોરિયા જેવા દેશ માં પણ ગોળી મારી ને મુત્યુ આપવામાં આવે છે.તો આપણાં દેશ માં પણ ઇજિપ્ત અને ઈરાન ની જેમ દોરડે લટકાવી દેવા જોઈએ તેવો કાયદો કેમ ના હોવો જોઈએ?
   તેમાં વળી પ્રશ્ન થાય કે સંસદ માં બેઠેલા સભ્યો માં કેટલાં દૂધ ના ધોયેલા છે ? ભૂલ ત્યાં આપણી થાય છે તેમને મત આપીને .
   અંત માં એટલું કહીશ કે દેશમાં sex education નહીં પણ શ્રી કૃષ્ણ અને ભીમ ની જરૂર છે.ટેલિવિઝન પર નવરી ચર્ચા ઓ રજૂ કર્યા વગર આવી સમસ્યાઓ પર વિચાર કરવાની જરૂર છે. Woman's day ની નહીં પણ એમને ન્યાય ની જરુર છે ને દરેક સ્ત્રી ને ઝાંસી ની મણિકર્ણીકા બનવાની જરૂર છે.
   નારી તું નારાયણી , તું હી સુંદર ને તું જ શક્તિ !! ફરીથી સાર્થક થાય તેવી આશા.

પ્રેમ લગ્ન કે પછી પારંપારિક વિવાહ ?


Arranged merrige  કે Love marriage ?




    અરે ! એમાં વળી શું પૂછવાનું હોય ? પ્રેમ લગ્ન જ કરાય ને આવી ભાવના આજે દરેક ના મન માં ઘર કરી ગઈ છે.એમા કોઈ ખોટું ય નથી પણ મારો પ્રશ્ન એટલો જ છે કે તોય કેમ આ પ્રેમ લગ્ન કરતા આપણા પારંપરિક લગ્ન નો સફળતાનો ગુણોત્તર વધુ કેમ છે ? આપણા સમાજ માં જ દાખલાઓ જોઈ લો.
    પોતાની મનગમતી વ્યક્તિ સાથે વિવાહ થાય ને આખી જિંદગી સુખી થી જીવી શકાય , દરેક ના મન માં આજ ઈચ્છા હોય છે. ને ના પણ કેમ હોય ? આખી જિંદગી તમને પસંદ જ ના હોય તેવી વ્યક્તિ સાથે કેવી રીતે જીવન વિતાવી લેવું ?
    તો પછી કેમ આ લગ્ન  પારંપરિક લગ્ન કરતા ઓછા સફળ છે ? આ બાબત માં મારું આવું માનવું છે કે જેને બધા પ્રેમ કહે છે તેની શરૂઆત એક તરફ થી આકર્ષણ થી થાય છે તો બીજી બાજુ થી કદાચ એટલે કે પોતાના દરેક સ્વપ્ન પૂર્ણ થઈ શકે. વાસ્તવમાં પ્રેમ ની પરિભાષા માં જ 'ત્યાગ' આવે ને તેનો જ અહીં ક્યાંક ભંગ જોવા મળે છે. કેટલાક રીતિરીવાજ તથા વડીલો નો આદર જળવાઈ રહે તે અત્યંત જરૃરી હોય છે ને અત્યારે જરાય પોતા ને બદલ્યા વગર સામે વાળો વ્યક્તિ અને તેના પરિવાર એકબીજા ને અપનાવી લે તેવી કામના હોય છે.પોતાના વિચારો સાથે  વડીલો પણ સહમત થાય તેવી મનેચ્છા હોય છે જે ખરેખર શક્ય નથી જ.
     પારંપારિક વિવાહ માં પણ ઘણી સમસ્યાઓ છે તેમાં ય સ્ત્રી ને ઘણી વાર ભોગવવાનું આવે છે.તેમ છતાં અહીં શરૂઆત થી જ જતું કરવાની ભાવના વિકસે છે.શરૂઆત માં તકલીફ ભલે પડે પરંતુ પછી જે જિંદગી જીવતા જીવતાં પ્રેમ ની ભાવના ખીલે છે જે પેલા આકર્ષણ ના પ્રેમ થી ક્યાંય વધુ મજબૂત હોય છે. એકબીજા માટે પરફેક્ટ નથી હોતા છતાં એકબીજા ની ખામીઓ સ્વીકારી એકબીજાને પરફેક્ટ બની જાય છે.જ્યારે બીજી બાજુ માત્ર બીજાને માટે સંપૂર્ણ લાયક બનવાના પ્રયત્નો ચાલુ રહે છે.
  
   પ્રેમ ની પરિભાષા સાથે રાખી ને જો સાચો પ્રેમ થાય તો બધી સમસ્યાઓનું નિવારણ નીકળી આવે. પરંતુ સાચો પ્રેમ છે કે નહીં તેનું કોઈ પ્રમાણપત્ર નથી ને એના પેલા તો દરેક પ્રેમી યુગલ એકબીજા ને રાધા-કૃષ્ણ થી ઓછા જ નથી આંકતા !
   પોતાની ગમતી વ્યક્તિ સાથે જ લગ્ન થાય તો હરેક સ્વપ્ન સિદ્ધ થાય પણ જો લગ્ન પછી સફર માં જ તે હમસફર બની જાય તો ભવસાગર જ સિદ્ધ થઈ જાય.

   છતાં આ વિશે દરેક ની અલગ રાય ને પોતાનો અલગ વિચાર હોય. મેં માત્ર સંસાર માં જોવા મળતા ઉદાહરણો તથા મારા નિરીક્ષણ થકી આ વાત આપ સમક્ષ રજુ કરવાનો પ્રયત્ન કર્યો તોય ક્યાંય ભૂલ થઈ હોય તો માફ કરજો.
- રબારી પિયુષ