यस्य पूज्यन्ते नार्यस्तु तंत्र रमन्ते देवताः'
અર્થાત, જ્યાં નારી ની પૂજા થાય છે,ત્યાં દેવતા નિવાસ કરે છે.પણ હાલ પ્રમાણે તો 'બહેન કે માઁ ' ને આદર ત્યારે જ મળે જ્યારે તે પોતાના હોય.
'બળાત્કાર' કેવો શબ્દ જેને સાંભળી ને ઘૃણા આવે તો પછી એમનું શું જેમની આંખો માં માત્ર સપના રમતા હતા ને પિતા નું માથું ગૌરવ થી ઊંચું રહે તે જ ભાવના.રોજ આ ભારતમાતા ના દેશ માં 4 થી 5 નિર્દોષ સ્ત્રી આવી હૈવાનીયત નો ભોગ બને છે.નિર્ભયા કાલે હતી આજે પ્રિયંકા ને કાલે ખબર નહીં કોની બેટીને કોની બહેન ?
ડૉ. પ્રિયંકા રેડ્ડી જ્યારે ઘરે સમયસર નહિ આવી હોય ત્યારે એમના પરિવાર જનો માં જે લાગણી ઉદભવી હશે તે ડર હશે કે ચિંતા ? જ્યારે એ હૈવાનો એ તેના સાથે આ માત્ર અત્યંત નિંદનીય જ નહીં પણ સજા પાત્ર કૃત્ય કરતા હશે તે પહેલા દયા,માનવતા આ બધા શબ્દો ક્યાં ગયા હશે ? જ્યારે કર્ણ નો ભાઈ શૉણ (રાધે પુત્ર) ને સુતપુત્ર થઈને વેદ પઠન માટે મુખ માં પ્રવાહી સુવર્ણ રેડવાની ની કઠોર સજા આપવામાં આવીતો આ નરાધમોને શું દંડ આપવો ? જ્યારે સળગાવેલી લાશ મળી હશે ત્યારે દુઃખનો હિમાલય તેના ઘર પર આવી પડ્યો હશે. વેદના ની કોઈ પરાકાષ્ઠા હશે તો એમને તેની અનુભૂતિ થઈ હશે.
સૌથી ખરાબ વાત તો એ છે કે આવું કરનાર હૈવાન ના શબ્દકોશ માં શરમ જેવાં કોઈ શબ્દ જ નથી તેમના માટે તો એમાં કાંઈ ખોટું જ નથી.
તો પછી આમાં ભૂલ કોની થાય છે ?
1. ભૂલ થાય છે એ માતા ની જેણીએ પોતાની દીકરી ને સીતા બની રહેવાનું તો શીખવાડી દીધું પણ દુર્ગા ક્યારે બની જવું એ શીખવવાનું ભૂલી ગઈ.
2. ભૂલ થાય છે એ બાપ ની જેણે પોતાના પુત્ર સમાન ગણી તેની દીકરી ની પાંખો માં ઉડવાની ખેવના જોઈ.
3. ભૂલ થાય છે એ ભાઈ ની જે થોડીવાર માટે તેની બહેન થી અળગો રહી ગયો.
4. ભૂલ થાય છે આપણા બંધારણ ના ઘડવૈયાઓની જેમણે પ્રતિજ્ઞાપત્ર માં 'બધા મારાં ભાઈઓ ને બહેનો ' લખી કાઢ્યું.
5. ભૂલ થાય છે એ સ્ત્રી ને જેણી એ આ પ્રતિજ્ઞપત્ર વાંચી તેના પર વિશ્વાસ કરી બેઠી.
6. ભૂલ થાય છે આપણી કે રાવણ દહન કરતી વખતે સીતા ની અગ્નિ પરીક્ષા માંથી ઉત્તીર્ણ થવાનું કારણ ભૂલી ગયા.
આપણે શું કર્યું?
ખબર નહીં કેમ મીણબત્તી પકડતા શીખી ગયા આપણે ,નહીંતર નારી ના સન્માન માટે લંકાદહન અને મહાભારત કરવાની સંસ્કૃતિ છે આપણી !
આપણે બધા social media પર Post મૂકીએ એ પાછળ આપણો ભાવાર્થ યોગ્ય હોય છે પણ જો રામમંદિર બની શકે તો દેશની સીતાઓ આમ ક્યાં સુધી હણાતી રહેશે? અમુક લોકો ની જમ્મુકાશ્મીર માં હોટેલ કરવાની મહ્ત્વકાંશા 370 મી કલમ ની નાબુદી બાદ (જે ખરેખર સારી બાબત છે) પૂર્ણ થઈ શકે તો ભારત ની નારી ની ડર વગર જીવવાની અભિલાષા કેમ નહીં ?
આ ઘોર અપરાધની સજા ની વાત કરીયે તો આપણા દેશ માં તો તે બધા ખુલ્લેઆમ ફરે છે પણ અન્ય દેશ જેવા કે ચીન માં મૃત્યુદંડ અથવા લિંગોચ્છેદન(castration) ,સાઉદી અરેબિયા માં સરેઆમ ધડ માથા થી અલગ કરવામાં આવે છે તો નોર્થ કોરિયા જેવા દેશ માં પણ ગોળી મારી ને મુત્યુ આપવામાં આવે છે.તો આપણાં દેશ માં પણ ઇજિપ્ત અને ઈરાન ની જેમ દોરડે લટકાવી દેવા જોઈએ તેવો કાયદો કેમ ના હોવો જોઈએ?
તેમાં વળી પ્રશ્ન થાય કે સંસદ માં બેઠેલા સભ્યો માં કેટલાં દૂધ ના ધોયેલા છે ? ભૂલ ત્યાં આપણી થાય છે તેમને મત આપીને .
અંત માં એટલું કહીશ કે દેશમાં sex education નહીં પણ શ્રી કૃષ્ણ અને ભીમ ની જરૂર છે.ટેલિવિઝન પર નવરી ચર્ચા ઓ રજૂ કર્યા વગર આવી સમસ્યાઓ પર વિચાર કરવાની જરૂર છે. Woman's day ની નહીં પણ એમને ન્યાય ની જરુર છે ને દરેક સ્ત્રી ને ઝાંસી ની મણિકર્ણીકા બનવાની જરૂર છે.
નારી તું નારાયણી , તું હી સુંદર ને તું જ શક્તિ !! ફરીથી સાર્થક થાય તેવી આશા.


