અરે ! એમાં વળી શું પૂછવાનું હોય ? પ્રેમ લગ્ન જ કરાય ને આવી ભાવના આજે દરેક ના મન માં ઘર કરી ગઈ છે.એમા કોઈ ખોટું ય નથી પણ મારો પ્રશ્ન એટલો જ છે કે તોય કેમ આ પ્રેમ લગ્ન કરતા આપણા પારંપરિક લગ્ન નો સફળતાનો ગુણોત્તર વધુ કેમ છે ? આપણા સમાજ માં જ દાખલાઓ જોઈ લો.
પોતાની મનગમતી વ્યક્તિ સાથે વિવાહ થાય ને આખી જિંદગી સુખી થી જીવી શકાય , દરેક ના મન માં આજ ઈચ્છા હોય છે. ને ના પણ કેમ હોય ? આખી જિંદગી તમને પસંદ જ ના હોય તેવી વ્યક્તિ સાથે કેવી રીતે જીવન વિતાવી લેવું ?
તો પછી કેમ આ લગ્ન પારંપરિક લગ્ન કરતા ઓછા સફળ છે ? આ બાબત માં મારું આવું માનવું છે કે જેને બધા પ્રેમ કહે છે તેની શરૂઆત એક તરફ થી આકર્ષણ થી થાય છે તો બીજી બાજુ થી કદાચ એટલે કે પોતાના દરેક સ્વપ્ન પૂર્ણ થઈ શકે. વાસ્તવમાં પ્રેમ ની પરિભાષા માં જ 'ત્યાગ' આવે ને તેનો જ અહીં ક્યાંક ભંગ જોવા મળે છે. કેટલાક રીતિરીવાજ તથા વડીલો નો આદર જળવાઈ રહે તે અત્યંત જરૃરી હોય છે ને અત્યારે જરાય પોતા ને બદલ્યા વગર સામે વાળો વ્યક્તિ અને તેના પરિવાર એકબીજા ને અપનાવી લે તેવી કામના હોય છે.પોતાના વિચારો સાથે વડીલો પણ સહમત થાય તેવી મનેચ્છા હોય છે જે ખરેખર શક્ય નથી જ.
પારંપારિક વિવાહ માં પણ ઘણી સમસ્યાઓ છે તેમાં ય સ્ત્રી ને ઘણી વાર ભોગવવાનું આવે છે.તેમ છતાં અહીં શરૂઆત થી જ જતું કરવાની ભાવના વિકસે છે.શરૂઆત માં તકલીફ ભલે પડે પરંતુ પછી જે જિંદગી જીવતા જીવતાં પ્રેમ ની ભાવના ખીલે છે જે પેલા આકર્ષણ ના પ્રેમ થી ક્યાંય વધુ મજબૂત હોય છે. એકબીજા માટે પરફેક્ટ નથી હોતા છતાં એકબીજા ની ખામીઓ સ્વીકારી એકબીજાને પરફેક્ટ બની જાય છે.જ્યારે બીજી બાજુ માત્ર બીજાને માટે સંપૂર્ણ લાયક બનવાના પ્રયત્નો ચાલુ રહે છે.
પ્રેમ ની પરિભાષા સાથે રાખી ને જો સાચો પ્રેમ થાય તો બધી સમસ્યાઓનું નિવારણ નીકળી આવે. પરંતુ સાચો પ્રેમ છે કે નહીં તેનું કોઈ પ્રમાણપત્ર નથી ને એના પેલા તો દરેક પ્રેમી યુગલ એકબીજા ને રાધા-કૃષ્ણ થી ઓછા જ નથી આંકતા !
પ્રેમ ની પરિભાષા સાથે રાખી ને જો સાચો પ્રેમ થાય તો બધી સમસ્યાઓનું નિવારણ નીકળી આવે. પરંતુ સાચો પ્રેમ છે કે નહીં તેનું કોઈ પ્રમાણપત્ર નથી ને એના પેલા તો દરેક પ્રેમી યુગલ એકબીજા ને રાધા-કૃષ્ણ થી ઓછા જ નથી આંકતા !
પોતાની ગમતી વ્યક્તિ સાથે જ લગ્ન થાય તો હરેક સ્વપ્ન સિદ્ધ થાય પણ જો લગ્ન પછી સફર માં જ તે હમસફર બની જાય તો ભવસાગર જ સિદ્ધ થઈ જાય.
છતાં આ વિશે દરેક ની અલગ રાય ને પોતાનો અલગ વિચાર હોય. મેં માત્ર સંસાર માં જોવા મળતા ઉદાહરણો તથા મારા નિરીક્ષણ થકી આ વાત આપ સમક્ષ રજુ કરવાનો પ્રયત્ન કર્યો તોય ક્યાંય ભૂલ થઈ હોય તો માફ કરજો.
- રબારી પિયુષ

👌🙏
ReplyDelete😍😍😍👌👌👌👌👌👍👍👍
ReplyDeleteSupperb bro
ReplyDelete��������
~fake rizwan musla
Mare to love marriage j karva 6e .. thanks bruhhh
ReplyDelete👍👍
Delete